Corona ની ત્રીજી લહેર પર PM મોદીએ ચેતવ્યા, કહ્યું- હિલ સ્ટેશન પર ઉમટેલી ભીડ ચિંતાનો વિષય
પીએમ મોદીએ આડે પૂર્વોત્તરના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ને લઈને મહત્વની ચર્ચા કરી. હિલ સ્ટેશન, પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી અને લોકોને સાવધાની વર્તવાનું કહ્યું.
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર હજુ સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી અને આ બધા વચ્ચે અનેક રાજ્યોમાંથી નવા કેસ વધવાના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ આડે પૂર્વોત્તરના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ને લઈને મહત્વની ચર્ચા કરી. હિલ સ્ટેશન, પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી અને લોકોને સાવધાની વર્તવાનું કહ્યું.
કોરોનાના દરેક વેરિઅન્ટ પર નજર રાખવી જરૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે રસીકરણને લઈને પૂર્વત્તર રાજ્યો જે પ્રકારે આગળ વધી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. જે રાજ્યોમાં હજુ કમી મહેસૂસ થઈ રહી છે ત્યા તેના પર ભાર મૂકવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે કોવિડની બીજી લહેર દરમિયાન અલગ અલગ સરકારોએ કામ કર્યું છે. પૂર્વોત્તરના કેટલાક જિલ્લાઓમાં કેસ વધ્યા છે, આવામાં સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે કન્ટેન્મેન્ટ નીતિ પર ભાર દઈને યોગ્ય એક્શન લઈ શકાય છે.
Cabinet Committee માં મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની-સિંધિયાની એન્ટ્રી, જાણો શું થયા મોટા ફેરફાર
પીએમ મોદીએ પર્યટકોને ચેતવ્યા
પીએમ મોદીએ કહ્યું કે લોકો તર્ક આપી રહ્યા છે કે ત્રીજી લહેર પહેલા તેઓ ઘૂમી રહ્યા છે. પરંતુ ત્રીજી લહેર પોતે નહીં આવે તેને આ રીતે લાવવામાં આવશે. રસીકરણ મામલા આપણે દરેકને જાગૃત કરવા પડશે.
છેલ્લા એક અઠવાડિયામાં પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. સ્થિતિ એવી છે કે દરેક પાંચમાંથી ત્રીજો જિલ્લો એવો છે જ્યાં પોઝિટિવિટી રેટ દસ ટકા ઉપર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે ચેતવણી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 5થી 11 જુલાઈ વચ્ચે દેશમાં લગભગ 58 જિલ્લા એવા છે, જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હતો. જેમાંથી 37 જિલ્લા પૂર્વોત્તર રાજ્યના છે. આ જ કારણ હતું કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ તમામ રાજ્યોની સામે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
Corona Update: એકાએક કોરોનાથી મોતની સંખ્યામાં વધારો, નવા કેસમાં ઘટાડો
કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને સલાહ અપાઈ કે મોટી સંખ્યામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. હાલ આ રાજ્યોમાં મોટા પાયે ફક્ત એન્ટિજન ટેસ્ટિંગ જ થઈ રહ્યું છે. જે ઓછું સટિક ગણાય છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા
અસમ- 19594
મણિપુર- 7520
મિઝોરમ- 4336
ત્રિપુરા- 4100
અરુણાચાલ પ્રદેશ- 3918
સિક્કિમ- 2225
નાગાલેન્ડ- 959
નોંધનીય છે મોટા રાજ્યોની સરખામણીમાં સંખ્યાની રીતે ભલે પૂર્વોત્તરમાં કેસ ઓછા જોવા મળતા હોય પરંતુ જનસંખ્યાની દ્રષ્ટિથી આ સંખ્યા ખુબ વધારે છે. આ સાથે જ આ રાજ્યોનો પોઝિટિવિટી રેટ પણ ખુબ ડરામણો છે. જે બીજી લહેરના ખતમ ન થવાના અને ત્રીજી લહેર આવી જવાના સંકેત આપે છે.
જો દેશના અન્ય ભાગોની વાત કરીએ તો હજુ પણ દેશમાં ચાર લાખથી વધુ એક્ટિવ કેસની સંખ્યા છે. લગભગ બે રાજ્યો એવા છે કે જ્યાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ કરતા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube